મોરબીમાં વેપારીએ કોઈ કારણોસર ઝેરી દવા પીને મોતની સોડ તાણી લીધી હતી. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર રહેતા કિશોરભાઈ વિનોદભાઈ ચાંદારાણા ઉ.51 નામના વેપારીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ માધવ હોસ્પિટલ બાદ આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બેભાન હાલતમાં મૃત્યુ નીપજ્યું હતી. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.