મોરબી: 28 એપ્રિલ વિશ્વ કામદાર સ્મૃતિ દિવસ તરીકે મનાવાય છે. આ દિવસે સિલિકોસીસ પીડિત સંઘ, ધ્રાંગધ્રા, થાન અને મોરબીએ સામૂહિક સંદેશ આપતા કહ્યુ કે, યાદ રહે, અમે મરવા માટે કામ કરતા નથી. અમે માંદા પડી અકાળે મરવા પણ કામ કરતા નથી. કામદારને કામ કરવા સુરક્ષિત કાર્યસ્થળ આપવામાં આવે તે પાયાની જરૂરિયાત છે અને રાજ્ય તે સુનિશ્ચિત કરે.
વિશ્વ કામદાર સ્મૃતિ દિવસને ધ્યાનમાં લઈને સિલિકોસીસ પીડિતોએ ધ્રાંગધ્રામાં કામદાર સંઘના હોલમાં આ પ્રસંગે બેઠકનું આયોજન કર્યુ હતું. જેમા મુખ્ય મહેમાન તરીકે ધ્રાંગધ્રા મ્યુનિસિપાલીટીના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા અને આ સમસ્યા સમાજ સમક્ષ ઉજાગર કરવા સંસ્થા અને તેના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. પોતાના સહકારનું વચન આપ્યું. થાન, મોરબી અને ધ્રાંગધ્રાના સિલિકોસીસ પીડિતો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પીડા વ્યક્ત કરી. પીડિતોએ પોતે જે કુટુંબીજનને ગુમાવ્યા હોય તેમની તસ્વીરોને પુષ્પમાળા ચડાવી અંજલિ આપી હતી. જગદીશ પટેલે આ પ્રસંગે ગુજરાત સરકાર પીડિતો માટે પુનઃ વસન નીતિ ઘડી અમલમાં મૂકે તેવી માગણી કરી હતી. જીવીત કામદારોના રક્ષણની માગણી કરી, અસંગઠિત કામદારો માટે કાયદાની વાત કરી હતી.
મોરબીના પીડિત રણજીતભાઇએ કહ્યુ કે, કારખાનામાં કામદારના આરોગ્ય અને સલામતી કોઇ જ તકેદારી રાખવામાં આવતી નથી અને એમના પોતાના ગામના બે કામદારો જે મોરબીમાં કામ કરતા સિલિકોસીસથી મોત થયા છે. છતા અમે બધા મજબુરીમાં કામ કરીએ છીએ. મોરબીના પીડિત હરીશભાઈએ કહ્યું હવે આપણે બોલશુ નહી તો તો આપણી સમસ્યા કેમ ઉકેલાશે. હવે આપણે બોલવુ પડશે અને ચાલવુ પણ પડશે. થાનગઢના પીડિત જિતેંદ્રભાઈ હીમત કરો, ડરો નહી આગળ વધવા આવજ કાર્યો.
ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇએ પણ પ્રાસંગિક વાત કરી જેમાં તેઓએ કામદારોને સંગઠીત થવા બાબતેથી કાયદા બધા માટે સમાન અને રક્ષણ અંગે વાત કરી હતી. ચિરાગ ચાવડાએ સભા સંચાલન કર્યું હતી. નવીનભાઈએ મહેમાનોનુ સ્વાગત કર્યું હતું અને દર્શન પરમારે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં 60થી વધુ સિલિકોસીસ પીડિતોએ ભાગ લઈને કામને સ્થળે અકસ્માત અને વ્યવસાયીક રોગોને કારણે અકાળે મૃત્યુ પામેલા કામદારોને યાદ કરી અંજલી આપવામાં આવી અને જીવીત કામદારોના રક્ષણ માટે પોકાર કરી હતી.

