મોરબી : આમરણ ગામે આવેલ હઝરત દાવલસા પીર (રહેમતુલ્લા અલા)નો તા. 10-5-2025ને શનિવારના રોજ 532મો ઉર્ષ ઉજવવામાં આવશે.
જેમાં શનિવારના રોજ ઉર્ષ નિમિતે બપોરે ન્યાજ જસદણવાળા હનીફભાઈ તરફથી અને સાંજે ન્યાજ જામનગરવાળા એરંડિયા ગૃપ તરફથી કરવામાં આવશે. શનિવારે રાત્રે 10 કલાકે દરગાહ શરીફમાં સંદલ ક્રિયા તથા ગુસલ શરીફ કરવામાં આવશે. ત્યારબાદ દરગાહના દ્વાર બંધ કરવામાં આવશે. રાત્રે 12 કલાકે યાત્રાળુઓના દર્શન માટે દરગાહ શરીફના દ્વાર ખોલવામાં આવશે. આ દરમ્યાન પહેલી સોળ (ચાદર) સૈયદ ઝાકીર હુસેન બાપુ માંગરોળ વાળા તરફથી ચડાવવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.
