કાશ્મીરનાં પહલગામમાં હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાના લીધે મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અને ભગવાન પરશુરામ દાદાની આરતી કરવામાં આવી હતી અને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો ત્યાર બાદ આગામી વર્ષ માટેના પ્રમુખ સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે પરશુરામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કાશ્મીરનાં પહલગામમાં હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાને સંદર્ભે સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરે પરશુરામદાદાને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આરતીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ પરિવારો, બ્રહ્મ અગ્રણીઓ જોડાયા હતાં. તેવું પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં પ્રમુખ જયદિપભાઈ મહેતા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, હાર્દિકભાઈ ભટ્ટ અને ઋષીભાઈ મહેતાની યાદી માં જણાવવામાં આવે છે. અને દર વર્ષની જેમ પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે ઉદયભાઈ જોષી, મહામંત્રી પદે વિજયભાઈ રાવલ, વિશ્વાસભાઈ જોષી તથા હર્ષભાઈ વ્યાસની નિમણુંક કરવામાં આવી હતી.

