વાંકાનેર તાલુકાના માટેલ – ઢુંવા રોડ ઉપર આવેલ સનસાઈન સેરા સિરામિક નામની ફેકટરીમાં માટી ખાતામાં કામ કરતા સમયે મૂળ મધ્યપ્રદેશના વતની વિજેનભાઈ કાળુભાઇ મેડા ઉ.19 નામનો યુવાન કન્વેયર બેલ્ટમાં આવી જતા માથાના ભાગે તેમજ બન્ને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.