ટંકારા / વાંકાનેર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ગેરકાયદે ઘુષણખોરી સામે પગલા લેવાઈ રહ્યા છે ત્યારે ટંકારા અને વાંકાનેર તાલુકા પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં સ્પા સંચાલકો સામે નિયમભંગ સબબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ કાર્યવાહીમાં ટંકારા પોલીસે લજાઈ ગામની સીમમાં હડમતીયા રોડ ઉપર શિવ કોમ્પ્લેક્સમાં આવેલ એન્જોય લાઈફ સ્પા સંચાલકને દુકાન ભાડે આપી ભાડાકરાર પોલીસમાં જમા નહિ કરાવવા બદલ ગુલામહુસેન ઉર્ફે રાજુ ઇસ્માઇલ સુમરા રહે.વજેપર મોરબી નામના આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.
જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ભાયાતી જાંબુડિયા નજીક આવેલ હિમાલયા પ્લાઝામા ઓમ સાઈ સ્પા ચલાવતા સંચાલક હેમુ રણછોડભાઈ મીઠાપરા રહે.મકનસર વાળાએ સ્પા મા કામ કરતી સ્પા વર્કરના આધાર પુરાવા પોલીસ મથકમાં જમા નહિ કરવવા બદલ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.