પોલીસે રૂ.37,900નો દારૂ-બિયર અને કાર મળી રૂ.2.37 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
હળવદ : હળવદમાં ટીકર ફાટક પાસે કારમાં દારૂ-બિયર લઈ જતા બે શખ્સોને પોલીસે પકડી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી રૂ.37,900નો દારૂ-બિયરનો જથ્થો કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે તેમને હળવદ ટીકર ફાટક પાસેથી પોલો ગાડી રજી.નં. GJ.05 JH 1741માંથી 204 બોટલ ઈંગ્લીશ દારૂ કિંમત રૂ. 33,300 તેમજ 46 ટીન બિયર કિંમત રૂ.4600 મળી રૂ.37,900નો દારૂ-બિયરનો જથ્થો અને કાર મળી કુલ રૂ.2,37,900નો મુદ્દામાલ કબ્જે કરી નવધણભાઈ ભીમજીભાઈ સનુરા ઉ.વ.૨૦ રહે. જુના ઘાંટીલા તા. માળીયા મી., કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર ઉ.વ.૧૯ રહે.બસ સ્ટેન્ડ પાછળ હળવદ તા.હળવદવાળાને પકડી પાડ્યા છે.
આ કામગીરીમાં પીઆઇ આર.ટી.વ્યાસ સહિતના જોડાયા હતા.



