મોરબી : જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ સી ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત “અટલ સ્વાન્ત: સુખાય” યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે.
આજ રોજ તારીખ ૩-૫-૨૦૨૫ ના રોજ મોરબી-૨ ઘટક ના મહેન્દ્રનગર ગામે રામવાડીમાં “ગર્ભ સંસ્કાર કાર્યક્રમ” નું આયોજન કરેલ .જેમાં બાળ વિકાસ યોજના અધિકારી ભાવના ચારોલા,મુખ્ય સેવિકા રમીલા ગોજિયા, ગામના આગેવાન કેતનભાઇ અશ્વિનભાઈ બોપલિયા તેમજ અન્ય ગામના આગેવાન ગણો હાજર રહેલ.આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત મહેંદ્રનગર ગામની ૨૦ સગર્ભા મહિલા લાભાર્થી પોષણ કીટ(સુખડી અને ખજુર) મહેન્દ્રનગર ગામના સ્વ.અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલિયા ( માજી સરપંચ મહેન્દ્રનગર) હસ્તે કેતનભાઇ અશ્વિનભાઈ બોપલિયા દ્વારા સગર્ભા મહિલાઓને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ છે .




