ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારમાં સેવા આપતા વરિષ્ઠ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને હાલમાં શિવાલિક ઓર્થોપેડીક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોસ્પિટલ ગાંધીનગર ખાતે કાર્યરત ડૉ. વરુણ એન વ્યાસના સસરા ડી એમ વ્યાસની ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે તે જાણીને સમગ્ર વિસ્તારને અનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.
ડી એમ વ્યાસ સાહેબની વ્યાવસાયિક નિષ્ઠા, કાયદાકીય જ્ઞાન અને નિર્મળ વ્યક્તિત્વના આધારે તેમની આ નિમણૂંક ન્યાય ક્ષેત્રે નવી દિશા નિર્ધારિત કરશે તેવો વિશ્વાસ છે. અમે ડૉ. વરુણ વ્યાસ અને તેમના સમગ્ર પરિવારને હાર્દિક અભિનંદન પાઠવી શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.વિશેષ કરીને ધ્રાંગધ્રા-હળવદ નગરજનો માટે આ સન્માન ગૌરવની વાત છે કે અહીંના પરિવારમાંથી એક વ્યક્તિ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પદે પદાર્પણ કરે છે.