Monday, July 28, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના નગર દરવાજે શૌચાલયનું બ્યુટીફિકેશન કરાયું

મોરબીના નગર દરવાજે શૌચાલયનું બ્યુટીફિકેશન કરાયું

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીની શાન ગણાતા

નગર દરવાજા ખાતે ઘણા સમયથી બંધ હાલતમાં પડેલા મહિલા શૌચાલયનું રીનોવેશન તથા બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ શૌચાલયને પિંક ટોયલેટ (Pink Toilet) નામ આપવામાં આવ્યું છે. આ પિંક ટોયલેટ ખાસ કરીને મહિલાઓ માટે સ્વચ્છ શૌચાલય સુવિધા પ્રદાન કરવા તૈયાર કરાયું છે.

આ ઉપરાંત મોરબી શહેરી વિસ્તારમાં અન્ય જર્જરિત જાહેર શૌચાલયના રીનોવેશનની કામગીરી મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. તથા તબક્કાવાર તમામ શૌચાલયનું રીનોવેશન કરવામાં આવશે જેથી નાગરિકોને વિનંતી છે કે તેઓ આ નવી સુવિધાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરે અને મોરબી શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments