મોરબી : બે દિવસ પૂર્વે મોરબીના ગાંધીચોકમાં પિતરાઈ ભાઈ સાથે રાત્રીના સમયે ગાંઠિયા લેવા ગયેલા રીક્ષાચાલક યુવાનને માથાભારે શખ્સે કારણ વગર છરીનો ઘા ઝીકી દેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતા અને રીક્ષા ચલાવતા હાર્દિકભાઈ કાનાભાઈ મકવાણા અને તેમનો પિતરાઈ ભાઈ કિશન ગાંધીચોકમાં રાત્રીના સમયે મહાદેવ ગઠિયા નામની દુકાનમાં ગાંઠિયા લેવા ગયા હતા. આ સમયે આરોપી જીગ્નેશ બોરીચા રહે.લીલાપર રોડ વાળો ત્યાં નંબર વગરની સ્વીફ્ટ કાર લઈને આવ્યો હતો. બાદમાં આરોપી જીગ્નેશ બોરીચાએ કિશનને બોલાવતા કિશન આરોપી સાથે વાત કરતો હોય જેથી ફરિયાદી હાર્દિકભાઈએ ગાંઠિયા લેતો આવજે તેમ કહેતા આરોપી જીગ્નેશ બોરીચા ઉશ્કેરાઈ ગયો હતો અને હાર્દિકભાઈ પાસે આવી છરીનો ઘા ઝીકી દીધો હતો. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.