ટંકારા : ટંકારના બંગાવડી ડેમમાંથી મોરમ કાઢી રહેલું જેસીબી ગઈકાલે ભારે વરસાદના પગલે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મળતી માહિતી પ્રમાણે જેસીબી જ્યારે બંગાવડી ડેમમાંથી મોરમ કાઢી રહ્યું હતું ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડતાં જેસીબી જે જગ્યાએથી મોરમ કાઢતું હતું ત્યાં પાણી આવી ગયું હતું. જેથી જેસીબી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
મહત્વનું છે કે, હાલ ખેડૂતો ખેતરોમનાં માટી કાપ ભરતા હોય છે ત્યારે બંગાવડી ડેમમાં જેસીબી વડે માટી ભરવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે માવઠું આવતા જોત જોતામાં ખેતર સમાણા પાણી નીકળી ડેમ સુધી પહોંચી જતાં જેસીબી પામીમાં ગરકાવ થઈ ગયું હતું. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.
