મોરબીની “જિલ્લા શ્રેષ્ઠ શાળા એવોર્ડ-2024” વિજેતા દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલે SSCમાં 100% રિઝલ્ટ
મોરબી : આજે SSC બોર્ડ ફેબ્રુઆરી- માર્ચ 2025નું પરિણામ જાહેર થયું તેમાં સમગ્ર બોર્ડનું પરિણામ 83.08%, મોરબી જિલ્લાનું 88.78% જ્યારે મોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન. આર. શાળાનું પરિણામ 100 % આવ્યું છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ 174 માંથી 174 પાસ થયા છે. 10 વિદ્યાર્થીઓએ A1 અને 40 વિદ્યાર્થીઓએ A2 GRADE એમ કુલ 50 વિદ્યાર્થીઓને A GRADE (A1/A2) પ્રાપ્ત ક૨ી શાળાનું ગૌરવ વધાર્યું છે.
શાળાના તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને અભિનંદન આપતા શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓની ક્ષમતા મુજબ કાર્ય સોંપણી, સુચારૂ આયોજન, સમગ્ર વર્ષ દરમિયાન સ્ટાફની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની નિરંતર વાંચન અને પેપર લખવાની પ્રેક્ટિસથી શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે સહઅભ્યાસક પ્રવૃતિઓમાં ‘શ્રેષ્ઠ શાળા’ તરીકે ઓળખાણ ધરાવતી શાળા બોર્ડના પરિણામની બાબતમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઈ. વિશેષ ઉક્ત શાળાએ HSC અને SSCમાં A- GRADEની હારમાળા સર્જી દેતા શાળાના પ્રમુખ ડૉ. અનિલભાઈ મહેતા, ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષણ સાથે સંકળાયેલા લોકો, વાલીઓ, અને હિતેચ્છુઓ સૌ કોઈ શાળા સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓને ચોમેરથી અભિનંદન પાઠવી રહ્યાં છે.
