મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલી હોટલમાં એક શખ્સ પાસે મેફેડ્રોન ડ્રગ્સ હોવાની બાતમી મળતા પોલીસે હોટલમાં દરોડો પાડી આ હોટેલમાંથી એક શખ્સને 6 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ આ ડ્રગ્સની હહેરાફેરીમાં અન્ય એક શખ્સની સંડોવણી હોવાની કબૂલાત આપતા તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી-વાંકાનેર હાઈવે પર ગુરુકૃપા કોમ્પલેક્ષની સામે આવેલ સમદેવ હોટેલમાં આરોપી કાનારામ બાબુલાલ ડારા ઉ.વ.૨૬, રહે. હાલ મકનસર, ધર્મમંગલ સોસાયટી, મુળ રહે. દાતીવાડા, જી.જોધપુર, રાજસ્થાન વાળા પાસે માદક પદાર્થ હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં દોરડો પાડી આ શખ્સને મેફેડ્રોન પાવડર ૬ ગ્રામ કિ.રૂ.૬૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૨૦,૦૦૦ તથા રોકડા રૂ. ૩૯૪૦ અને બે અલગ-અલગ ડીઝીટલ વજનકાંટા કિ.રૂ.૬૦૦ મળી કુલ કિ.રૂ.૮૪.૫૪૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી એન.ડી.પી.સી. એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત રમેશભાઈ બિશ્નોઈ રહે. ગામ-સવર, તા.બિલાડા, જી.જોધપુર, રાજસ્થાનવાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
