Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં દેવ કુંભરવડિયા 11 દીકરીઓના સમૂહલગ્નમાં અઢળક કરિયાવર આપશે

મોરબીમાં દેવ કુંભરવડિયા 11 દીકરીઓના સમૂહલગ્નમાં અઢળક કરિયાવર આપશે

પંચશીલ ફાઉન્ડેશન આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજી લોકોને રક્તદાન માટે જાગૃત કરાશે

મોરબી : મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન અને માતા રમાભાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ ના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહયોગથી તારીખ 2 જૂનના રોજ. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા પરશુરામ પોટરી મેદાન ખાતે ચોથા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન ઉત્સવમાં 11 નવ દંપતીઓ લગ્નગ્રંથિએ જોડાશે અને પ્રભુતામાં પગલાં માંડશે.

આ ઉપરાંત લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ આવે અને જરૂરિયાત મંદ લોકોને રક્ત મળી રહે તે માટે સમૂહ લગ્ન ઉત્સવ દરમિયાન સંસ્કાર બ્લડજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર નવ દંપતિઓને સોના ચાંદીના દાગીના તેમજ ઘરવખરીનો સામાન પણ કરિયાવર રૂપે આપવાનો આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અને તેના મુખ્ય દાતા તરીકે આ માટે મોરબીના દેવ જીવણભાઈ કુંભારવડિયા પણ જોડાયા છે . તો સમૂહ લગ્ન સ્થળ પર દિનેશભાઈ મોહનભાઈ ઉભડિયા એ નાસ્તાની વ્યવસ્થા કરશે.આં સમૂહ લગ્નોત્સવમાં દાતાઓએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના યથાશકિત મુજબ દાન આપી તેને સફળ બનાવવા સહયોગ આપવામાં આવ્યો છે ત્યારે આ સમૂહ લગ્નોત્સવમાં લોકોને જોડાવા અને નવ દંપતિને આશીર્વાદ આપવા અપીલ કરી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments