મોરબી : મોરબી નજીક નાની વાવડી ગામ પાસે બગથળા રોડ ઉપર સિલ્વર સાઈન પેટ્રોલપંપ પાસે મોર્નિંગ વોક કરી રહેલા નયનકુમાર રમેશભાઈ ઠોરિયા અને તેમના પિતા રમેશભાઈ ઠોરિયાને ગત તા.11ના રોજ જીજે – 36 – યુ – 5905 નંબરના રીક્ષા ચાલકે હડફેટે લઈ ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.