મોરબી : મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠનના સભ્ય અમૂલભાઈ જોષીના પત્નીના જન્મ દિવસ નિમિત્તે આજે વૃદ્ધો અને ગરીબોને ભોજન કરાવીને પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી.
મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠનમાં સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહેલા અમૂલભાઈ જોષીના પત્ની પાયલબેન અમુલભાઈ જોષીના જન્મ દિવસની ખુશાલીમાં આજે તારીખ 22-5-2025 ને ગુરુવારના રોજ ધીરુભાઈ ચાવડા દ્વારા સંચાલિત મુરલીધર ફ્રી ટીફીન સેવા અને રાહતના રસોડામાં 101 નિરાધાર વૃદ્ધો અને ગરીબોને ભોજન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ આવા પ્રેરક વિચારો સાથે ભવિષ્યમાં અન્યને પણ પ્રેરણા પૂરી પાડશે એવું મિશન નવભારત મોરબી જિલ્લાની યાદીમાં જણાવાયું છે.
