મોરબી : મોરબી શહેર તેમજ તાલુકા વિસ્તારમાં યમરાજે ડેરા તંબુ તાણ્યા હોય તે રીતે ગઈકાલે શહેર અને તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા ચાર બનાવ સામે આવ્યા છે જેમાં મચ્છુ નદીમાં ડૂબી જવાથી, ગળાફાંસો ખાઈને તેમજ ચક્કર આવતા પડી જતા પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા હતા.
પ્રથમ બનાવમાં મોરબીના વીસીપરામા રમેશ કોટન મિલની અંદર રગેતા સંજયભાઈ મેઘજીભાઈ ઉઘરેજા ઉ.35નું મચ્છુ નદીમા ઇટના ભઠ્ઠા પાસે ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ત્રાજપરમા ગીતા પાર્ક સોસાયટીમાં રહેતા કોકિલાબેન વાલજીભાઈ ચૌહાણ ઉ.60 નામના વૃધ્ધા પોતાના ઘેર બેભાન થઈ જતા 108મા સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના ફાટસર ગામે ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મુન્નાભાઈ કેગુભાઈ ગાવડ ઉ.40 કોઈ કારણોસર પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જ્યારે નીચી માંડલ ગામે ઇટાલીસ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા રૂપાબેન દિનેશભાઇ માલી ઉ.18 નામના પરિણીતાને ચક્કર આવતા પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે પાંચમા બનાવમાં બંધુનગર નજીક હિંમત ગ્લેઝ ટાઇલ્સ કારખાનામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અંકુશકુમાર રાજેશકુમાર દ્વારે ઉ.21 નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તમામ બનાવમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.