મોરબી : મોરબી જિલ્લાના ટંકારા તાલુકા મામલતદાર કચેરીમાં આજે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકા મામલતદાર કચેરીમાં સ્વીચ બોર્ડ પાસે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આથી નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓએ અગ્નિસામક સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. સરકારી કચેરીમાં લાગેલી આગ સમયસર કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી છે.


