મોરબી : સીટી એ ડિવિઝન પોલીસે વાંકાનેર દરવાજા નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી મહમદ હસનભાઈ સુમરા રહે.વનાળિયા ગામ વાળાને રોકડા રૂપિયા 420 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી પ્રકાશ પ્રવીણભાઈ પીઠડ રહે.જાંબુડિયા અને દક્ષક રમેશભાઈ બાવરવા રહે.ઉમા વિલેજ નામના શખ્સને જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 840 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.