Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના પ્રેમજીનગરમાં મચ્છરના ઉપદ્રવથી થતો રોગચાળો અટકવાની કામગીરી કરાઈ

મોરબીના પ્રેમજીનગરમાં મચ્છરના ઉપદ્રવથી થતો રોગચાળો અટકવાની કામગીરી કરાઈ

મોરબી :આગામી દિવસોમાં વરસાદની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે. તેથી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો થવાની શક્યતાઓ હોવાથી મોરબીના પ્રેમજીનગર ગામે મચ્છરજન્ય રોગચાળો અટકવા અગમચેતીની કામગીરી કરવામાં આવી હતી.

ચોમાસામાં લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો થવાની શક્યતાઓ ખુબજ વધી જતી હોય છે. જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલિયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો.રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આજથી મેલેરિયાગ્રસ્થ ગામોમાં IRS (ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે) ની કામગીરી આયુષ્યમાન આરોગ્ય મંદિર મકનસર ૨ ના તાબાના પ્રેમજી નગર ગામમા કરવામાં આવી હતી.

આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જેમ કે સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ, દિલીપભાઈ દલસાનિયા, દિલીપ ચાવડા જોડાયા હતા. વધુમાં વધુ ગ્રામજનો પોતાના ઘરમાં આ સ્પ્રેનો છંટકાવ કરે એ માટે ગામના આગેવાનોએ પોતાના ઘરથી દવા છંટકાવની શરૂઆત કરી ગામજનોને આ દવાનો છંટકાવ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી. સાથેસાથે આજે રાષ્ટ્રીય વાહકજન્ય રોજ નિવારણ માટે પ્રા.આ.કે. લાલપરના વિવિધ ગામોના કર્મચારીઓ દ્વારા ગામના લોકોમાં આગામી દિવસોમાં મચ્છરના ઉપદ્રવથી થતો રોગચાળો જેવો કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વિગેરેના થાય એ માટે સઘન સર્વે કરી, લોકોમાં જન જાગૃતિ આવે એ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, પાણીમાં થતા પોરાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કામગીરી યોગ્ય રીતે થાય એ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, હિતેન્દ્ર ચોરાડા અને અંજુબેન જોશી દ્વારા ખાસ સુપરવીઝન કરી માર્ગદર્શન કરવામાં આવેલ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments