મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં દેશી દારૂના હાટડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે ત્યારે ગઈકાલે તાલુકા પોલીસે દરોડો પાડી 165 લીટર દેશી દારૂ સાથે પાંચ શખ્સોને ઝડપી લઈ દેશી દારૂના અડ્ડાની માલકણ એવી મહિલાનું નામ ખોલાવી છ આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો દાખલ કર્યો હતો.
મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે પીપળી ગામની સીમમાં અંબિકા એન્જીનીયરીંગ કારખાના પાછળ બાવળની કાટમાં દરોડો પાડતા આરોપી રાહુલભાઈ ભાણજીભાઈ ચૌહાણ રહે.ભડીયાદ, અલ્તાફભાઈ અનવરભાઈ ગની રહે.મોરબી-૨ વીસીપરા, સંજયભાઈ હીરભાઈ ટીડાણી રહે. ઈન્દીરાનગર, કાદરભાઈ હુસેનભાઈ દીવાન રહે. વીસીપરા અને અકરમભાઈ અનવરભાઈ શેખ રહે. વીશીપરા કુલીનગર વાળાઓને 165 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 33 હજાર સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ દારૂનો આ જથ્થો વીસીપરામાં રહેતી ડીમ્પલબેન હીતેશભાઈ રાઠોડએ વેચાણ માટે આપ્યો હોવાનું કબુલતા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ડિમ્પલને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.