Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના બિલ્ડર પુત્રએ જ લેણદારોથી બચવા પોતાના ઉપર ફાયરિંગનું તરકટ રચ્યું હોવાનું...

મોરબીના બિલ્ડર પુત્રએ જ લેણદારોથી બચવા પોતાના ઉપર ફાયરિંગનું તરકટ રચ્યું હોવાનું ખુલ્યું

ફાયરિંગ કરનાર સહિત બે શખ્સો પકડાઇ જતા બન્નેએ વટાણા વેરી નાખ્યા, ધંધામાં દેવું વધી જતા 3 લાખમાં બિલ્ડર પુત્રએ પોતાના પર ફાયરિંગ કરાવવા સોપારી આપી હોવાની કબૂલાત આપી

મોરબી : આઠ દિવસ પૂર્વે માળીયા મિયાણા તાલુકામાં મોટા દહીંસરા ગામના રેલવે ફાટક નજીક મોરબીના બિલ્ડર પુત્ર ઉપર ફાયરિંગના રહસ્યમય બનાવનો મોરબી ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજની મદદ સાથે જ બાતમીદારોને કામે લગાવી ચોંકાવનારી હકીકત ખુલી પાડી છે. ફાયરિંગનો ભોગ બનેલા વેપારી યુવાનને ધંધામાં દેણું વધુ જતા લેણદારોથી બચવા પોતે જાતે જ સોપારી આપી બે શખ્સો મારફતે ફાયરિંગ કરાવ્યું હોવાનું ખુલતા પોલીસે બન્ને શખ્સને ઝડપી લઈ હથિયાર તેમજ રોકડ રકમ કબ્જે કરી છે.

ગત તા.21 મે ના રોજ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના રેલવે ફાટક નજીક મોરબીના જાણીતા બિલ્ડરના પુત્ર તરુણ હંસરાજભાઇ ગામી ઉ.વ.46 રહે.અવની ચોકડી મોરબી વાળા ઉપર એક અજાણ્યા શખ્સે ગાડીનો કાચ ખોલાવી ફાયરિંગ કરી ઇજા પહોંચાડી હોવાનો બનાવ નોંધાયો હતો. જો કે,આ રહસ્યમય ઘટનામાં માળીયા મિયાણા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીણવટભરી તપાસ શરૂ કરી હાઇવે ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે જ બાતમીદારોના નેટવર્કને કામે લગાડતા ફાયરિંગ કરનાર એક શખ્સ તેમજ તેના સાથીદાર એમ બે શખ્સની મહત્વની કડી મળી ગઈ હતી.

વધુમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયરિંગના આ ચકચારી બનાવમાં આરોપી પરેશ ગોપાલભાઈ ઉઘરેજા રહે.પંચાસર રોડ, મોરબી અને આરોપી મકસુદ મહંમદભાઇ નકુમ રહે.જુના બસસ્ટેન્ડ નામના શખ્સને અટકાયતમાં લઈ આગવી ઢબે પૂછપરછ કરતા બન્ને શખ્સોએ ચોંકાવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે, ભોગ બનનાર તરુણભાઇ હંસરાજભાઇ ગામી ઉપર દેણું વધુ ગયું હોવાથી લેણદારોથી બચવા માટે તરુણભાઈએ આરોપી પરેશ ઉઘરેજા મારફતે આરોપી મક્સુદનો સંપર્ક કરી પોતે જ રૂપિયા 3 લાખમાં ફાયરિંગ કરાવવા નક્કી કરી એડવાન્સમાં દોઢ લાખ રૂપિયા અને એક પિસ્તોલ તેમજ ત્રણ કારતુસ આપી ફાયરિંગ કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં મોરબી ક્રાઇમબ્રાન્ચે આરોપી મકસુદ મહંમદભાઈ નકુમ પાસેથી 1.10 લાખ રૂપિયા રોકડા, એક પિસ્તોલ તેમજ 25,500ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન કબ્જે કરી બન્ને આરોપીઓને અટકાયતમાં લીધા છે. બનાવ અંગે વધુ તપાસ હાલમાં માળીયા મિયાણા પીઆઇ આર .સી. ગોહીલ ચલાવી રહ્યા છે. રહસ્યોના આટાપાટા સર્જતી આ ઘટનામાં હાલમાં ક્રાઇમબ્રાન્ચે બિલ્ડરપુત્રના કાવતરાને ખુલ્લું પાડતા આવનાર દિવસોમાં બિલ્ડરપુત્ર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થાય તેમ હોવાના સંકેત મળી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments