ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે ખેતમજૂરી કરતો શ્રમિક કારીયાણાનો સામાન લેવા માટે મોટા રામપર ગામે ગયા બાદ દુકાનની બહાર બાઈક પાર્ક કરી ચીજ વસ્તુ લેવા જતા જ પાછળથી તસ્કર રૂ.25 હજારનું બાઈક ચોરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા પરીક્ષિતસિંહ રણુભા ઝાલાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની વાડીમાં ખેતમજૂરી કરતા રાજુભાઇ માંગીલાલ કરિયાણું લેવા માટે મોટા રામપર ગયા બાદ બાઈક પાર્ક કરી દુકાનમાં સમાન લેતો હતો ત્યારે પાછળથી કોઈ અજાણ્યો તસ્કર ભર બપોરે રૂ.25 હજારની કિંમતનું બાઈક ચોરી કરી નાસી જતા બનાવ અંગે ઇ – એફઆઈઆર નોંધાવતા ટંકારા પોલીસે વિધિવત ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.