મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના દરવાજાનું હાલ રિપેરિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. તેથી ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. આથી ટંકારા વિસ્તારના ધારાસભ્ય દુલર્ભજી દેથરીયાએ આજરોજ મચ્છુ 2 ડેમની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. જેથી લોકોને પીવાના પાણીની સગવડતા વધુ સારી રીતે ઉપલબ્ધ થઈ શકે તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું.


