મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૩૧/૫/૨૦૨૫ શનિવારના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫ની ઉજવણી કરવામા આવેલ હતી. જેમા આ વર્ષની થીમ “Unmasking the Appeal : Exposing Industry Tactics on Tobacco and Nicotine Products” (અપીલ નો પર્દાફાશ : તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધ્યોગને યુક્તિઓનો પર્દાફાશ) અંતર્ગત વિવિધ પ્રવૃતિ હાથ ધરવામા આવેલ હતી. તમાકુનું સેવન ન કરવા માટે શપથ લેવામા આવ્યા હતા તેમજ તમાકુ ના ઉપયોગથી શરીરને થતા નુક્શાન તેમજ કેંસર જેવી બિમારી અંગે પત્રિકા વિતરણ કરી માર્ગદર્શન આપવામા આવેલ તથા પોસ્ટરોનુ પ્રદર્શન કરવામા આવેલ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી જનજાગૃતિ કરવામા આવેલ હતી.

