મોરબી : મોરબીમાં રવિરાજ ચોકડી પાસે ક્રુઝરમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 26 પશુઓને ગૌરક્ષકોએ બચાવી લઈ પાંજરાપોળમાં મૂકી જીવદયાનું કાર્ય કર્યું છે.
મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળને બાતમી મળેલ કે કચ્છ બાજુથી રાજકોટ તરફ ક્રુઝરમાં જીવ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેના આધારે ગૌરક્ષકો મોરબી બાયપાસ રવિરાજ ચોકડીએ વોચ રાખતા GJ 03 Z 9921 નંબરની નીકળતા તેને ચેક કરતા તેમાંથી 26 ઘેટા- બકરાને ક્રુરતાપૂર્વક સીટ કાઢીને કાચમાં પડદા મારીને ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે તેવી રીતે રાખવામાં આવ્યા હતા.
ક્રુઝર ચાલકની પૂછપરછ કરતા તેમને જણાવેલ કે આ પશુઓને રાજકોટ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ 26 જીવોને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ-દિલ્હી, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને મોરબી પોલીસના સહયોગથી બચાવી મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.
