વલસાડ : વલસાડ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે જે અનુસંધાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, વિકાસ સહાય (IPS), ગુજરાત રાજય, ગાંધીનગર નાઓની સૂચના તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ (IPS), સુરત વિભાગ, સુરતના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલા (IPS)ના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક, વલસાડ તથા વાપી વિભાગના નેતૃત્વ હેઠળ વલસાડ જીલ્લાના અલગ અલગ પો.સ્ટેમાં મર્ડર,લુંટ, ધાડ, બળાત્કાર, અપહરણ વિગેરે જેવા ગંભીર ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કોડ,એસ.ઓ.જી તથા જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનીકલ ટીમની મદદ લઈ તથા હ્યુમનસોમાં આધારે આરોપીઓની હયાતીની માહીતી મેળવી ભારત દેશના અલગ અલગ રાજયમાં કેમ્પ રાખી સ્થાનિક પહેરવેશ ધારણ કરી ખેતપુર્વક મહેનત કરી તા-૦૧/૦૫/૨૦૨૫ થી તા-૩૧/૦૫/૨૦૨૫ સુધી ફકત એક માસના સમયગાળા દરમિયાન વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતાં કુલ-30 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જેમાં એલ.સી.બી.શાખાએ ૧૨, એસ.ઓ.જી.શાખાએ ૪, પેરોલ ફર્લો સ્કવોડ ૫, ભીલાડ પોલીસ સ્ટેશન ૩, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ૨, ઉમરગામ પોલીસ સ્ટેશન ૨, પારડી પોલીસ સ્ટેશન અને ધરમપુર પોલીસ સ્ટેશને ૧ – ૧ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડયા છે
