મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે દરોડો પાડી આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા ઉ.38 રહે. મારુતિનગર, વાવડી રોડ વાળાને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 3300 તેમજ બિયરના 6 ટીન કિંમત રૂપિયા 600 સહિત કુલ 3900 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઇ જતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.