ગુજરાતમાં કડી અને વિસાવદર એમ બે વિધાનસભાની પેટા ચૂંટણી તા. ૧૯ જૂનના રોજ યોજાનાર છે. તે અંતર્ગત પ્રદેશ ભાજપ તરફથી જુદા જુદા આગેવાનોને આ ચૂંટણી સંદર્ભે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમાં વિસાવદર – ભેસાણ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે ભેસાણ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે મોરબી – માળીયા ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાને જવાબદારી સોંપવામાં આવેલી છે તે અન્વયે તેઓ શ્રી વિસાવદર ખાતે રખાયેલ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેવા તેઓ વિસાવદર પંહોચી ગયા છે. અને તેમને સોંપાયેલ જવાબદારી તેમને ઉપાડી લીધી છે અને ચૂંટણી સુધી તેઓ ભેસાણ ખાતે રોકાશે અને વિસાવદર ભેસાણ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને જંગી બહુમતિથી ચૂંટાવવા માટે આ વિસ્તારનો જમીની સંપર્ક કરીને સ્થાનિક આગેવાનોને સાથે રાખી ચૂંટણી પ્રચારની કામગીરી પૂરા દિવસો રોકાઈને ખંતપુવર્ક નિભાવશે. પોતાને સોપાયેલ આ મહત્વની જવાબદારી બદલ પોતાનામાં ભરોસો મૂકવા બદલ પ્રદેશ ભાજપના અગ્રણીઓનો બ્રિજેશ મેરજા એ ખાસ આભાર પણ વ્યક્ત કર્યો છે

