મોરબી : મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં તા. 12 જુનના રોજ સાંજે 4થી 7 દરમિયાન મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ યોજાશે. જેમાં અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડો. ધીરેન શાહ, ડો.ભાવેશ પારેખ અને ડો.અજયસિંહ દેવડા સેવા આપશે.
આ કેમ્પમાં 59 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને 17000 થી વધુ હાર્ટ સર્જરી કરનાર, સુવિખ્યાત હાર્ટ સર્જન ડૉ. ધીરેન શાહ ખાસ હાર્ટને લગતા રોગોનું નિદાન કરશે. મૂળ મોરબીના વતની પત્રકાર સ્વ.
ભૂપતભાઈ પારેખના પુત્ર અને જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. ભાવેશ પારેખ અને*જૉઈન્ટ રિપ્લેસમેન્ટ અને અતિ આધુનિક રોબોટીક સર્જરીના ઓર્થોપેડિક સર્જન ડૉ. અજયસિંહ દેવડા પણ સેવા આપશે. વધુ વિગત માટે મો.નં. 82380 95715 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
