મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે તા. ૬/૬/૨૦૨પ ના રોજ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં બ્લડ ડોનેશન કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું.

