(મયુર રાવલ હળવદ) હળવદ રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પરંતુ આજ દીન સુધી પીવાનું ઠંડુ પાણીની વ્યવસ્થા ન હોવાથી મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે મુસાફરોને ફાફા મારવા પડે છે. એક બાજુ સરકાર દ્વારા લોકોની સુવિધા મળી રહે તે માટે અનેક વિકાસનો કામ હાથ ધર્યા છે ત્યારે હળવદના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પીવાનું ઠંડા પાણીની વ્યવસ્થા ન હોવાથી મુસાફરોને જ્યાં ત્યાં ભટકવા મજબુર બનવું પડે છે.
બીજા રેલ્વે સ્ટેશન પર આસાનીથી પીવાનું ઠંડુ પાણી મળી રહે છે. પણ હળવદ રેલવે સ્ટેશન માસ્તરને અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી પીવા ના ઠંડા પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી તો આ કાળજાળ ગરમીમાં મુસાફરો અને આમ લોકોને પારાવર મુશ્કેલી વેઢવી પડે છે, તો તાત્કાલિક ધોરણે આ કુંભકર્ણ નિંદ્રામાંથી તંત્ર જાગે અને રેલ્વે સ્ટેશન પર પીવાના ઠંડાં પાણીની વ્યવસ્થા કરે તેવી હળવદ શહેરીજનોની માંગણી છે.
હળવદની સેવાભાવી સંસ્થા દ્વારા હળવદ રેલવે સ્ટેશન પર કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે પીવાના પાણીની નાનપણ મૂકવામાં આવી હતી પરંતુ સાફ સફાઈ અને પાણી ભરવાના કારણે સ્થાનિક સ્ટાફ તંત્રએ આ પાણી ની નાની હટાવી દીધી હતી..આ ધોમધખતા તાપમાં અને કાળજા ગરમીમાં ના છૂટે મુસાફરો સિન્ટેક્સની ટાંકીનું પાણી પીવા મજબૂર બને છે જેના કારણે અનેક મુસાફરોને બીમાર થવાની શક્યતા સેવાઈ રહી છે.