મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદની બ્રાહ્મણી નદીના પટમાં દરોડા પાડીને ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીના પટ્ટમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદના આધારે દરોડા પાડ્યા હોય જ્યાં ખનીજ ચોરી કરતા પીળા કલરનું SANY કંપનીનું એક્ષકેવેટર મશીન, ટ્રક નં. GJ13AX9089, ટ્રક નં. GJ13AX9059 ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
