મોરબી : મોરબીમાં વર્ષોથી વરસાદી પાણીના નિકલનો પ્રશ્ન ગંભીર છે. દર વખતે તંત્ર પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ વોકળાની સફાઈ કર્યાનો દાવો કરે છે. પણ દરેક વખતે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ તંત્રનો આ દાવો વાહિયાત ઠરે છે. જો કે હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તબદીલ થઈ છે. તેથી વર્ષોના આ વરસાદી પાણી નિકાલના પ્રશ્નનો હલ થાય તે માટે લોકોનો હવે મનપા ઉપર ભરોસો વધ્યો છે. તેથી ચોમાસુ માથે ઝળુંબી રહ્યું હોવાથી શહેરમાં ક્યાંય પણ વરસાદી પાણી ભરવાની સમસ્યા ન સર્જાઈ તે માટે મોરબી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજભાઈ રણસરિયાએ કમિશનરને પત્ર લખીને આગામી સમયમાં વરસાદ આવવાનો હોય પ્રિ-મોન્શુન કામગીરી ઝડપી બનાવી જ્યાં પણ વરસાદી પાણીના નિકાલના માર્ગો બંધ હોય તેને ખુલ્લા કરાવવા માટે જહેમત ઉઠાવી જોઈએ જેથી વરસાદ સમયે લોકો હેરાન ન થાય તેવી રજુઆત કરી છે.
ચોમાસુ માથે હોય તેને ધ્યાનમાં લઇને મોરબી શહેરની અંદર વરસાદી પાણી નિકાલ માટેના ઘણા બધા વોંકળાઓ બંધ હાલતમાં છે. તો તેને ત્વરીત ધોરણે ખુલ્લા કરવામાં આવે તેમજ જે કોઇ ખુલ્લા વોંકળાઓ છે.તેને સાફ-સફાઈ કરી ચોખ્ખા કરવામાં આવે.જેથી કરી ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઇ શકે.તેમજ વોંકળાઓની ઉપર જે કાંઇ પણ ગેરકાયદેસર દબાણો છે.તેને ત્વરીત ધોરણે દુર કરવામાં આવે.જેથી કરી પાણીનું રોકાણ ન થાય.વરસાદી પાણીના રોકાણના કારણે ઘણી સોસાયટીઓ તેમજ જાહેર રસ્તાઓ ઉપર પાણી ભરાઇ જતા જોવા મળે છે. તો આવી પ્રાથમિક પ્રિ-મોન્સુન કામગીરીને ધ્યાનમાં લઈ ત્વરીત ધોરણે આવા દબાણો ખુલ્લા કરી વોંકળાની સાફ-સફાઇ કરવામાં આવે એવી મોરબીવાસીઓ વતી આમ જિલ્લા પ્રભારીઆદમી પાર્ટીના પંકજભાઈ રાણસરીયાએ માંગ કરી છે.
