મોરબી શહેરમાં થોડા સમય પહેલા કોપર વાયર ભરેલો ટ્રક ચોરી થયો હોવાના કિસ્સામાં પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી બે આરોપીઓએ યુવાન ઉપર છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના કુલીનગરમા ભાડાના મકાનમાં રહેતા વિશ્વાસ કાનજીભાઈ પાટડીયા ઉ.31 નામના યુવાને આરોપી અમિત દિલીપભાઈ સારલા રહે.યમુનાનગર અને આરોપી અસરફખાન હફીજઉલ્લા પઠાણ રહે.સિપાઈવાસ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી અમિત સારલા અગાઉ કોપર વાયરની ચોરીમાં પકડાઈ ગયો હોવાથી આ બાબતની ફરિયાદી વિશ્વાસે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી સેન્ટમેરી ફાટક પાસે ગત તા.10ના રોજ રાત્રીના હુમલો કરી આરોપી અમિત અને અસરફે છરી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.