હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં સાથે ખેતમજૂરી કરતા મૂળ વડોદરા જિલ્લાના વતની યુવાન અને સગીરાએ વાડીના એન્ગલ સાથે દુપટ્ટો બાંધી સજોડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં નારાયણભાઈ લવજીભાઈ પટેલની વાડીમાં ખેતમજૂરી કરતા અને અહીં જ રહેતા વિપુલકુમાર મુકેશભાઈ નાયકા ઉ.24 મૂળ રહે.દરજીપુરા ફળિયું, આજવા, વડોદરા અને રિયાબેન કાનજીભાઈ તડવી ઉ.17 મૂળ રહે.ઉબેરા ગામ, વડોદરા વાળી ગઈકાલે સવારે વાડીએ આવેલ મકાનની છતની લોખંડની એન્ગલમાં દુપટ્ટો બાંધી એક સાથે સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મૃતકના સંબંધીએ પોલીસને જાણ કરતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.