મોરબી : મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે રાજાશાહી વખતથી મૂકવામાં આવેલા વોકળા ઉપર થઈ ગયેલ દબાણોને દૂર કરવામાં આવતા નથી અને હાલમાં મહાપાલિકાની ટીમ દ્વારા વોકળા સફાઈની કામગીરી પાસેરામાં પૂણી સમાન કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા મોરબીમાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપર કરવામાં આવેલા દબાણને દૂર કરીને તમામ વોકળાને સાફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.વોકળાને સાફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે
મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજાશાહી વખતથી મૂકવામાં આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળાને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે મોટાભાગના વોકળા ઉપર દબાણ થઈ ગયું હોય તેવું જોવા મળ્યું હતું તેમજ મોટાભાગની જગ્યાઓએ હજુ સુધી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી નથી ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા પ્રિ મોનસુન કામગીરી જે કરવામાં આવી રહી છે તે પાસેરામાં પૂણી સમાન કામગીરી થતી હોવાનો આક્ષેપ કર્યો છે અને ખાસ કરીને તેઓએ એવી માંગ કરી હતી કે મોરબીમાં જેટલા પણ વરસાદી પાણીના વોકળા છે તેના ઉપર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણોને તોડી પાડવામાં આવે અને વરસાદી પાણીનો ઝડપથી શહેરી વિસ્તારમાંથી નિકાલ થઈ જાય તે માટે યોગ્ય રીતે તમામ વોકળાને સાફ કરવાં આવે તે જરૂરી છે વધુમાં તેમને જણાવ્યું હતું કે દર વખતે ચોમાસા દરમિયાન બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડે ત્યાં મોરબી શહેરના ચોકકસ વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર, લોકોની દુકાનો અને ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા હોય છે ત્યારે ઘરવખરી અને દુકાનમાં નુકસાન થાય છે આવી પરિસ્થિતિ આગામી ચોમાસા દરમિયાન ઊભી ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણો તોડી પાડવામાં આવે અને વોકળાની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવેલ છે.



