મોરબી : મોરબીની એક્સેલ ક્રિકેટ એકેડમીમા રહેતા અને ક્રિકેટ કોચિંગ કરાવતા મૂળ તામિલનાડુના વેલ્લોરના વતની ક્રિકેટ પ્લેયરની કસરત કરતા સમયે તબિયત લથડયા બાદ બેભાન થઈ જતા સારવારમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડી ન હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના એસપી રોડ ઉપર આવેલ એક્સેલ ક્રિકેટ એકડમીમાં રહેતા તામિલનાડુના વેલલોરના વતની ક્રિકેટ પ્લેયર વિષ્ણુ દેવાનંદ આગામૂડી મુદલિયાર ઉ.વ.22 ગઈકાલે કસરત કરતા હતા ત્યારે તબિયત ખરાબ થઈ જતા ખુરશીમાં બેસી ગયા હતા અને બાદમાં પોતાના રૂમમાં આરામ કરવા જતાં રહ્યાં બાદ સુઈ ગયા હતા. તે બાદ તેમના કોચ જગાડવા જતા જગ્યા ન હતા અને બેભાન બની જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.