Tuesday, August 12, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiહેપી ફાધર્સ ડે! પિતા એક એવું વડલાનું ઝાડ છે, જેના પડછાયાંમાં સંતાન...

હેપી ફાધર્સ ડે! પિતા એક એવું વડલાનું ઝાડ છે, જેના પડછાયાંમાં સંતાન વિશ્વાસપૂર્વક જીવશે. – ડો. દેવેન રબારી

મોરબી : પિતા – એ એક એવો શબ્દ કે જે મોઢે આવતાં જ આત્મામાં હાશકારો પ્રવેશી જાય છે. જીવનમાં કંઈ પણ થઇ જાય, એવું ભાવ થાય કે પિતાનું ઊભું સાથ હોય તો બધું પાર થઈ જાય. પિતા માત્ર એક સંબંધ નહિ, પણ જીવનભરની સુરક્ષા છે… એક એવું વડલાનું ઝાડ છે જેના પડછાયાંમાં સંતાન વિશ્વાસપૂર્વક જીવશે.

સમાજની કડક બંદિશોમાંથી સંતાનને બહાર લાવવાનું કાર્ય સૌથી પહેલાં પિતા કરે છે. પિતા હોય તો બાળક કદી પણ અસુરક્ષિત મહેસૂસ નથી કરતું. પિતા એ બાળક માટે એવું લાઇટહાઉસ છે કે જે ઉંચા તોફાનોમાં પણ રસ્તો બતાવે છે.

માતા આપણને જગતમાં લાવે છે, પણ પિતા આપણને એ જગતનો અર્થ સમજાવે છે. પિતાની આંગળી પકડીને બાળક જ્યારે બહાર નીકળે છે ત્યારે એની નજરમાં આખું વિશ્વ પિતાની આંખોમાં જ દેખાય છે. પિતાની સાથે લીધેલા દરેક પગલાંથી જીવનની યાત્રા સજાગ બને છે – જેમાં શીખ, સંઘર્ષ અને સફળતા બધું જ સમાયેલું હોય છે.

પિતાનું હાજર હોવું એ સંતાન માટે સફળતાનો સહારો છે અને આત્મવિશ્વાસનું સ્તંભ છે. ભલે પિતા-સંતાન વચ્ચે ભાવના વ્યક્ત ન પણ થાય, પણ બંનેના હ્રદયમાં પ્રેમનો સમુદ્ર ઉંડો છૂપાયેલો હોય છે.

દરેક દીકરાનું સપનું હોય છે કે તે એવું કઈક કરો કે તેના પિતાની છાતી ગર્વથી ઊંચી થઈ જાય. જ્યારે દરેક દીકરી માટે પિતા એ એક હીરો છે, એક આદર્શ છે – જેવો જીવનસાથી મળવો જોઈએ એવો દ્રષ્ટાંતો છે.

જો તમે આજે તમારી વ્યક્તિત્વમાં નિષ્ઠા, સાચાઈ અને કર્તવ્યનિષ્ઠા જોશો, તો ખબર પડશે કે એ તો પિતાની છાપ છે, જે તેમણે વારસામાં આપી છે. આજે આપણે જે સુગંધિત જીવન જીવી રહ્યા છીએ, એ પિતાના પરસેવાનું જ પરિણામ છે.

પિતા પોતાનું સર્વસ્વ સંતાનને આપી દે છે… અને પોતે જરાકમાં જીવ્યો કરે છે.તેમની નિષ્ઠા અને તેમનો ત્યાગ એ દરેક સંતાન માટે અમૂલ્ય વારસો છે.

અને છેલ્લે એક વાત:

“પ્રેમ શબ્દ પણ નાનો લાગે એવુ એક નામ છે – “પપ્પા” ❤️” .. પિતા એટલે મૌન પ્રેમ, નિઃશબ્દ સુરક્ષા અને અદૃશ્ય બલિદાન..” પપ્પા – શબ્દ નથી, આખી દુનિયા છે

✨ હેપી ફાધર્સ ડે!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments