હળવદના ઘનશ્યામપૂર અને ભલગામડા વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો છે. અહીં જે પુલનું કામ ચાલી રહ્યું છે. ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ રોડ વચ્ચેથી નીકળી રહ્યો હોય લોકોને જીવના જોખમી અવર-જવર કરવી પડી રહી છે.
આ અંગે વિગતો આપતા સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું કે હળવદ-સરા રોડ પર ઘનશ્યામપુર અને ભલગામડાં વચ્ચે છેલ્લા 4 મહિનાથી પુલનું કામ ચાલી રહ્યું છે. જે પૂરું થયું નથી. અત્યારે રોડ ઉપરથી એટલું પાણી જઈ રહ્યું છે કે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ધારાસભ્ય વરમોરા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

