હળવદ પોલીસ મથકમાં ૭૯ ગ્રામથી વધુ એમડી પાવડર વેચવાના ગુનામાં ઝડપાયેલ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું રામજી પ્રજાપતિએ વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજી મંજુર કરી છે
હળવદ પોલીસે ૭૯ ગ્રામ ૬૮ ઈ.ગ્રામ એમડી પાવડર વેપારી જથ્થા (કોમર્શીયલટી) સાથે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું રામજી પ્રજાપતિ રહે ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી વાળાને ઝડપી લીધો હતો અને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપીને સેશન્સ કોર્ટમાં રજુ કરી જ્યુડી કસ્ટડીમાં જેલહવાલે કર્યો હતો આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું રામજી પ્રજાપતિએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) મારફત જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી
આરોપીના વકીલ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) એ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રુજ કરી ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્યાને લઈને સ્પે. જજ કે આર પંડ્યા સાહેબે આરોપી જીતેન્દ્ર પ્રજાપતિને રૂ ૧૫,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલાર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે
કેસમાં આરોપી જીતેન્દ્ર પ્રજાપતિના વકીલ તરીકે મનીષ પી ઓઝા ( ગોપાલભાઈ) અને મેનાઝ એ પરમાર રોકાયેલ હતા