દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી ના ભાગરૂપે ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધા રાખવામાં આવેલ છે . આ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓ ભાગ લઈ શકશે. નિર્ધારિત સમયમાં સચોટ રીતે સૌથી વધારે સૂર્ય નમસ્કાર કરનાર વિજેતા મહિલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ ત્રણ ક્રમાંક લાવનાર વિજેતાઓને ફિઝિયો ફિટ જિમ તરફથી એક મહિનાની જિમ મેમ્બરશીપ તદ્દન ફ્રી માં આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ- પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. તો આ સ્પર્ધામાં વધારે ને વધારે સંખ્યામાં ભાગ લેવા માટે મોરબી શહેરની સ્વાસ્થ્ય પ્રેમી બહેનોને પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તેમજ સમગ્ર મોરબી ઇન્ડિયન લાયોનેસ ટીમ વતી આહવાન કરવામાં આવ્યું છે.
તારીખ 24 જૂન 2025— મંગળવાર
સ્થળ— ફિઝિયો ફિટ જિમ
Vodafone ઓફિસની ઉપર સનાળા રોડ મોરબી.
વયમર્યાદા–18 કે તેથી વધુ વયના દરેક મહિલાઓ
વહેલા તે પહેલા ના ધોરણે રજીસ્ટ્રેશન કરવાનું હોય આપનું રજીસ્ટ્રેશન નીચેના નંબર પર અચૂક કરાવવું.
પ્રીતિબેન દેસાઈ- 93289 70499
હીનાબેન પરમાર- 98259 30156
સાધનાબેન ઘોડાસરા– 79842 61599
મનિષાબેન ગણાત્રા– 82382 82420
પુનમબેન હિરાણી–99795 74149
