મૂળ ગામ સગાળીયા હાલ મોરબી (ચભાડીયા કુટુંબ) ના નિવૃત ડીવાયએસપી સ્વ. હિમતસિંહજી અમરસિંહજી જાડેજાના સ્મરણાર્થે તેમના જયેષ્ઠ પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા અને પૌત્ર ડો. સત્યજીતસિંહજી સિંહજી જાડેજા દ્વારા પ્રેરિત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડોક્ટર્સ એસોસીએશન અને મોરબી રાજ પરિવારના સહયોગથી નિશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં ઉદ્ઘાટક તરીકે મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ઓફ વાંકાનેર (રાજ્યસભા સાંસદ) તેમજ સાંસદ, ધારાસભ્ય, કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
કેમ્પ તા. ૨૨ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી મયુર હોસ્પિટલ, એલ ઈ કોલેજ રોડ, ઝુલતા પુલ પાસે, મોરબી ૨ ખાતે યોજાશે કેમ્પનો લાભ લેવા દર્દીનું રજીસ્ટ્રેશન કરાવવા માટે જયવંતસિંહ જાડેજા ૯૭૨૭૨ ૭૭૭૭૭, નિરૂભા બી ઝાલા ૯૭૨૫૮ ૫૫૭૭૭ અને મહેન્દ્રસિંહ ઝાલા ૯૮૨૫૨ ૨૨૭૮૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે

