તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની કાર્યવાહી : આ જગ્યા 100 ચો.વારના પ્લોટ લાભાર્થીને આપવા માટે નિમ થયેલી હતી
મોરબી : લખધીરપુરમાં એક વિઘા જેટલી સરકારી જગ્યા જે 100 ચો.વાર પ્લોટ લાભાર્થીને આપવા માટે નિમ થયેલી હતી. તે જગ્યાએ ખડકાયેલ દબાણનું તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં. ૭૨/૧ પૈ ૧ માં નાયબ કલેકટર મોરબીના હુકમથી મંજુર થયેલ નવા ગામતળની જમીનમાં લખધીરપુર ગામના રહીશ દેવજીભાઇ ગંગારામભાઇ ખાણધર દ્વારા આશરે ૧ વિધાની ઉપરની જમીનામાં દબાણ કરેલ હોય, જે જમીન ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો.વાર પ્લોટ આપવા માટે નીમ થયેલ હતી. જેમાં આજ રોજ તાલુકા પંચાયત કચેરી તથા લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દબાણ કર્તા સ્વૈચ્છીક દબાણ ન હટાવતા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સરપંચ ચંદ્રીકાબેન કાનજીભાઇ પરમાર, ઉપસરપંચ વિનોદભાઇ ખોડાભાઇ અજાણા ,સભ્ય હંસાબેન ભગવાનજીભાઇ પરમાર, તલાટી કમ મંત્રી હેતલબેન એ. ગોહેલ ,તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર સાહેબ, વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા , વિસ્તરણ અધિકારી એચ.ડી.રામાનુજ , સીનીયર ક્લાર્ક ડી.સી. દેત્રોજા તથા જિલ્લા પંચાયત કચેરીના લિગલ એડવાઇઝર સંજય નરોલા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ વિજયસિંહ મહેશભાઇ, જનકભાઇ વલ્લભભાઇ, તેજલબેન વજાભાઇ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. આ જગ્યાએ ટુંક સમયમાં ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો.વાર પ્લોટ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

