મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે ઉમિયાનગરમા રહેતા સોનુભાઈ રામસુરેશભાઈ બગનોલી ઉ.33 નામના શ્રમિક ત્રીજા માળે બાલ્કનીમાં સુતા હતા ત્યારે કોઇ કારણોસર ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.