Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના શિક્ષક દંપતીને સાયબર ગઠિયાએ આરટીઓ ચલણની ફાઇલ મોકલી બેન્ક એકાઉન્ટમાંથી 24.34...

મોરબીના શિક્ષક દંપતીને સાયબર ગઠિયાએ આરટીઓ ચલણની ફાઇલ મોકલી બેન્ક એકાઉન્ટમાંથી 24.34 લાખ ઉપાડી લીધા

સાયબર ગઠિયાએ વોટ્સએપમાં મોકલેલી apk ફાઇલ ખોલતા જ બેન્ક એકાઉન્ટમાંથી ધડાધડ નાણાં ઉપડી ગયા

મોરબી : મોરબીમાં સાઇબર ફોર્ડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે તો ભણેલા ગણેલા અને સમજુ એવા શિક્ષક દંપતી ઓનલાઈન ટેક્નિકલની રીત જાણતા ન હોવાથી સાઇબર ફ્રોડનો શિકાર બન્યા છે. જેમાં શિક્ષક દંપતિને સાઇબર ગઠિયાએ આરટીઓ ચલણની apk ફાઇલ મોકલી હતી. આ ફાઇલ ઓપન કરતાની સાથે એમના બેન્ક એકાઉન્ટમાંથી ધડાધડ 24.34 લાખ રૂપિયા ઉપાડી ગયા હતા.

સાઇબર ફ્રોડના બનાવમાં મોરબીના ન્યુ ચંદ્રેશનગરમા રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા કાજલબેન સવજીભાઈ ગામીએ અજાણ્યા વોટ્સએપ નંબર ધારક તેમજ સાત અલગ અલગ ક્રેડ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.13 જુનના રોજ તેમના શિક્ષક પતિ વિરેનભાઈ ધીરજલાલ સદાતીયાના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી આરટીઓના ચલણ અંગેની એક apk ફાઇલ આવતા તેમના પતિના મોબાઈલમાં આ ફાઇલ ન ખુલતા તેમના પતિ વિરેનભાઈએ apk ફાઇલ ફરિયાદી કાજલબેનના વોટ્સએપમાં મોકલી હતી.

બાદમાં કાજલબેને આરટીઓ ચલણ અંગેની આ apk ફાઇલ ખોલતા જ apk ફાઇલ હાઇડ થઈ ગઈ હતી. જે બાદ તેમના પતિ કાજલબેનને ફોન કરતા હોય ફોન ડાયવર્ટ થયેલ બતાવતો હોવાથી કાજલબેન ચોકી ગયા હતા અને તેઓને શંકા જતા બેન્ક એકાઉન્ટ ચેક કરતા અજાણ્યા સાત ક્રેડ એકાઉન્ટ ધારક દ્વારા કાજલબેનના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 26 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાનું સામે આવ્યું હતું.

જો કે કાજલબેને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો ખ્યાલ આવતા જ દંપતીએ એચડીએફસી બેંકનો સંપર્ક સાધ્યો હતો.પરંતુ બેંકમાં રજા હોવાથી કોઈ પગલાં ન લેવાતા તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ કરતા બીજા દિવસે બેન્ક એકાઉન્ટમાં 1.50 જેટલી રકમ જમા થઈ હતી. બનાવ અંગે કાજલબેનની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આઇટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે કાજલબેન નેટ બેન્કિંગ યુઝ ન કરતા હોવા છતાં એક અજાણ્યો વોટ્સએપ apk મેસેજ ખોલતા જ ગઠિયાઓએ નેટબેન્કિંગથી મસમોટી રકમની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments