મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ રાધે સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારનું ત્રણ વર્ષનું બાળક ફેકટરીના પાણીના ટાંકામા પડી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ રાધે સિરામિક ફેકટરીમાં કામ કરતા સુનિલભાઈ ડામોરનો ત્રણ વર્ષનો પુત્ર રિત્વિક પાણી ભરેલા ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.