મોરબી : સીમા જાગરણ મંચ મોરબી, ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને NMO દ્વારા માળિયા તાલુકાના સીમાવર્તી ગામોમાં ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .આ મેડીકલ કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.
માળિયા તાલુકાના છેવાડાના સીમાવર્તી ગામો જેવા કે ભાવપર, બગસરા અને વર્ષામેડી ખાતે સંસ્થાઓના સહયોગથી ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણેય ગામોના આશરે ૨૦૦ થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા સીમા જાગરણ મંચ મોરબી, ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને NMO મોરબીની ટીમે જહેમત ઉઠાવી હતી.




