Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદની ૮ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૮૮% જેટલું મતદાન નોંધાયું

હળવદની ૮ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૮૮% જેટલું મતદાન નોંધાયું

વહેલી સવારથી મતદારોનો ઉત્સાહપૂર્વક મતદાન કરવા લાંબી કતારો, વાદળછાાયા વાતાવરણ વચ્ચે મતદારોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ હળવદ તાલુકાના નવા વેગડવામા ૯૭ % મતદાન થયું

હળવદ : હળવદ તાલુકાની ૮ ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી યોજાઈ હતી, વરસાદી માહોલ હોવા છતાં મતદારોએ વહેલી સવારથી જ મતદાન કરવા લાંબી કતારો લગાવી હતી .ગામના વિકાસ માટે મતદારોએ મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું,મતદાનમાં નાગરિકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વાદળછાાયા વાતાવરણ વચ્ચે મતદારોમાં પોતાનો મત આપીને આ લોકશાહીના મહોત્સવમાં સહભાગી બન્યા હતા. હળવદ તાલુકાના નવા વેગડવા, જુના વેગડવા ,જુના ઇસનપુર, રાયસંગપર. ઈશ્વર નગર મંગળપુર શિવપુર. રાણેકપર સહિતના આઠ ગ્રામ પંચાયતમાં બંદોબસ્ત વચ્ચે આજે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી.મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિક ચૂંટણી તંત્ર અને હળવદ મામલતદાર એ.પી. ભુટ્ટ તથા સ્ટાફ દ્વારા મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુચારુરૂપે સંપન્ન કરવા માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

ચુટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા એ.એસ.પી. રાહુલ ત્રિપાઠી સહિત પોલીસ જવાનો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ મતદાર પેટી હળવદ મોડલ સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી હતી જ્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તમામ સરપંચોના અને સભ્યોના ભાવી મતદાર પેટીમાં સીલ થઈ ગયા હતા.‌ બુધવારે સવારે મત ગણતરી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments